મનુષ્યના જીવનનું સૌથી મોટું સમાધાન છે, પરમાત્માને પામવા; પરમાત્મા - એ વિશ્વચેતનાશક્તિ જે કાલે પણ હતી, આજે પણ છે અને કાલે પણ રહેશે! પરમાત્માને પામવાનો એક નિશ્ચિત માર્ગ છે - ગુરુતત્ત્વ સાથે જોડાવું અને ગુરુતત્ત્વ સાથે જોડાવાનો સરળ માર્ગ છે - વર્તમાન સમયના એ માધ્યમને પ્રાર્થના કરવી જેના શરીરના માધ્યમથી ગુરુતત્ત્વ અવિરત પ્રવાહિત થતું રહે છે.
તારીખ ૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ, ૨૦૨૧ દરમિયાન પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ૧૫મું ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન થયું. ગયા વર્ષની પરિસ્થિતિઓએ આપણને સૂક્ષ્મ ચેતનાશક્તિ સાથે જોડાઈને અંતર્મુખી થતા શિખવાડ્યું અને આ જ અભ્યાસને પ્રશસ્ત કરતા ગુરુતત્ત્વ સાથે જોડાવાનો આ ગહન ધ્યાન અનુષ્ઠાન એક શ્રેષ્ઠ અવસર રહ્યો.
'ગુરુતત્ત્વના સંદેશ', આ પુસ્તિકા પૂજ્ય સ્વામીજી દ્વારા આ અનુષ્ઠાન દરમિયાન આપવામાં આવેલા સંદેશાઓનું સંકલન છે જેમાં તેમણે પ્રત્યેક સાધકને નિજી માર્ગદર્શન કરીને તેમને આધ્યાત્મિક માર્ગ પર દિશાસૂચન છે. આ સંદેશાઓ દ્વારા પૂજ્ય સ્વામીજીએ ન કેવળ ગુરુતત્ત્વને વ્યાખ્યાંકિત કર્યું છે, પરંતુ ગુરુતત્ત્વ સાથે સમરસતા સ્થાપિત કરીને મોક્ષની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ પણ વિસ્તૃતરૂપે સમજાવ્યું છે.
વાચકો પણ, આ પુસ્તિકામાં આપવામાં આવેલા સંદેશાઓ દ્વારા લાભાન્વિત થઈને પોતાના જન્મના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાના માર્ગે અગ્રેસર થઈ શકે, એ જ શુદ્ધ પ્રાર્થના છે.