Error loading page.
Try refreshing the page. If that doesn't work, there may be a network issue, and you can use our self test page to see what's preventing the page from loading.
Learn more about possible network issues or contact support for more help.

આપ્તવાણી-૫-૬

ebook
1 of 1 copy available
1 of 1 copy available

જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળ તી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે !

આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે; જેમાં એકબાજુ સાંસારિક વ્યવહારમાં દરેક ક્ષણે બહારના પ્રશ્નો ઉભા હોય છે અને બીજીબાજુ આંતરિક સંઘર્ષો માં સપડાયેલા હોઈએ છીએ અને તે એકલે હાથે હલ કરવાના હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી વાણીએ પ્રશ્નો ઉભા કર્યા હોય છે, અથવા આપણને કોઈએ કશું કહ્યું તેથી આપણે દુઃખી થઈએ છીએ અથવા આપણે બીજાનું બુરું વિચારીએ છીએ અથવા આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણે પોતે અંદરથી શાંતિ નથી અનુભવતા. સંસારિક જીવન નો વ્યવહાર એ સમસ્યાઓનું સંગ્રહસ્થાન છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે. શા માટે આપણને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? શા માટે આપણે અનંત જન્મો થી ભટક્યા કરીએ છીએ? અટકણના કારણે! હકીકતમાં, પોતાની પાસે આત્મા નો પરમઆનંદ તો હતો જ, પરંતુ પોતે દૈહિક સુખોની અટકણમાં ડૂબી ગયો હતો. આ અટકણ જ્ઞાનીપુરુષની કૃપા થી અને ત્યારબાદ પોતાના પરાક્રમ થી તૂટી શકે. એક વખત તમને આત્મજ્ઞાન થશે, તો જગત શમી જશે. આ જગત બીજા ની વ્યર્થ ચર્ચામાં વેડફી નાખવા માટે નથી. આ જગત જેમ છે તેમ છે. તેમાં તમારે, 'પોતા'ની, સેફ સાઈડ શોધવાની છે. તો ચાલો આપણે ડૂબકી લગાવીએ અને જાણીએ કે આ અક્રમ વિજ્ઞાન કઈ રીતે બંધન, કર્મો, વાણી, પ્રતિક્રમણ, કુદરત ના કાયદા, વગેરેનું વિજ્ઞાન સમજવામાં ઉપયોગી છે જેનાથી બધા સંસારિક સમસ્યાઓના વાવાઝોડા સામે ટકી રહેવું સરળ બને છે.

Formats

  • OverDrive Read
  • EPUB ebook

Languages

  • Gujarati

Loading